મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ અને પાટીદાર વુમન્સ ગ્રુપ દ્વારા જન્મદિવસ નિમિતે પ્રેરણાદાયી ઉજવણી ૩૩મી બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોરબીનો ક્વાટર ફાઇનલમાં પ્રવેશ મોરબીમાં વૃદ્ધની હત્યના ગુનામાં 4 આરોપીની ધરપકડ, ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઈ મોરબી મહાપાલિકા દ્વારા સંચાલિત પુસ્તકાલયમાં નવા પુસ્તકોનો સ્ટોક ઉપલબ્ધ થશે મોરબી મહાપાલિકા દ્વારા શહેરની ઐતિહાસિક ઇમારતો રોશનીથી ઝળહળશે મોરબી OSEM CBSE સ્કુલ ખાતે મોડેલ યુથ પાર્લામેન્ટ યોજાઈ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ન્યૂ દિલ્હી) માં ગુજરાતના 34 જિલ્લાના સંગઠન ઇન્ચાર્જની નિમણૂંક કરાઇ મોરબીમાં શ્રીકુંજ ચોકડીથી સરસ્વત સોસાયટી સુધીમાં નવી પાણીની પાઈપલાઈન નાખવાનું કામ ૫૦ ટકા પૂર્ણ
Breaking news
Morbi Today

મોરબીમાં પતંગની દોરીથી 85 થી વધુ પક્ષી ઘાયલ: 10 જેટલા પક્ષીના મોત


SHARE















મોરબીમાં પતંગની દોરીથી 85 થી વધુ પક્ષી ઘાયલ: 10 જેટલા પક્ષીના મોત

ગઇકાલે મકરસંક્રાંતિના દિવસે લોકો પતંગ ચગાવવામાં વ્યસ્ત હતા ત્યારે પતંગની દોરી વાગવાથી ઘણા પક્ષીઓ ઘાયલ થાય હતા જો વાત કરીએ મોરબીની તો કર્તવ્ય જીવદયા કેન્દ્ર અને સરકારના કરૂણા અભિયાન અંતર્ગત ઘાયલ પક્ષીઓની જુદીજુદી જગ્યાએ સારવાર કરવામાં આવી રહી હતી જેમાં કુલ મળીને 85 જેટલા પક્ષી ઘાયલ હોવાથી તેને સારવાર આપવામાં આવી હતી જોકે, 10 જેટલા પક્ષીઓને ગંભીર ઇજા થયેલ હોવાથી તેને બચાવવા માટેના પ્રયાસો કરવા સી હતા તે પક્ષીઓના મોત નીપજ્યા હતા.

મોરબીમાં  કર્તવ્ય જીવદયા કેન્દ્ર અને સરકારના કરૂણા અભિયાન અંતર્ગત પક્ષી બચાવો અભિયાન ચલાવવામાં આવ્યું હતું અને મોરબીમાં રવાપર રોડ ઉપર જુદીજુદી જગ્યાએ તેમજ મહારાણા પ્રતાપ સર્કલ પાસે અને અન્ય જગ્યાએ પક્ષીઓની સારવાર માટે કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા કેમ્પ કરવામાં આવ્યા હતા અને મકરસંક્રાંતિના દિવસે લોકો પતંગ ચગાવવામાં વ્યસ્ત હતા ત્યારે પતંગની દોરી વાગવાથી ઘણા પક્ષીઓ ઘાયલ થયા હતા અને અંદાજીત 85 થી વધુ ઘાયલ પક્ષીઓના કોલ આવ્યા હતા જેથી તાત્કાલિક બચાવ ટીમે ત્યાં પહોચીને પક્ષીને બચાવવા માટેની કામગીરી કરી હતી જો કે, 10 જેટલા નિર્દોષ પક્ષીઓને સારવાર મળે તે પહેલા જ તેને મોત નિપજ્યાં હતા અને મોરબીના જે લોકો દ્વારા પક્ષી બચાવો અભિયાનમાં જોડાઈને તાત્કાલિક ઘાયલ પક્ષીની જાણ કરવામાં આવી હતી તેમનો સંસ્થા અને સરકાર વતી જવાબદાર લોકોએ આભાર વ્યક્ત કર્યો હતો.






Latest News